SEARCH
Log in
અન્ય
0

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન એક ભારતીય (India) ફિલ્મ અભિનેતા છે (film actor). તેમનો જન્મ 11 ઓક્ટોબર 1942માં અમિતાભ હરિવંશ બચ્ચન તરીકે થયો હતો), તેમણે 1970ના દાયકામાં જબરજસ્ત લોકપ્રિયતા મેળવી હતી અને તેના પછી તેઓ ભારતીય સિનેમા (Indian cinema)ના ઐતિહાસિક કલાકારોમાં સ્થાન પામે છે.
બચ્ચને તેમની કારકિર્દી દરમિયાન ઘણા બધા પારિતોષિક (major awards) જીત્યા છે, તેમાં ત્રણ રાષ્ટ્રિય પારિતોષિક (National Film Awards) અને બાર ફિલ્મફેર પારિતોષિક (Filmfare Awards)નો સમાવેશ થાય છે. તેઓ ફિલ્મફેર પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા (Best Actor)ના નામાંકનોમાં સૌથી વધુ વખત સ્થાન પામવાનો વિક્રમ ધરાવે છે. આ ઉપરાંત બચ્ચને પાર્શ્વગાયક (playback singer), ફિલ્મ નિર્માતા (film producer) અને ટેલીવિઝન પ્રેઝન્ટેટર (television presenter) તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેઓ 1984થી 1987 દરમિયાન ભારતીય સંસદ (Indian Parliament)ના ચૂંટાયેલા સભ્ય હતા.
બચ્ચને અભિનેત્રી જયા ભાદુરી (Jaya Bhaduri)સાથે લગ્ન કર્યાતેમને બે બાળકો શ્વેતા નંદા (Shweta Nanda) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) છે.અભિષેક પણ અભિનેતા છે અને તેણે અભિનેત્રી ઐશ્વર્યા રાય (Aishwarya Rai) સાથે લગ્ન કર્યા છે.
ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)માં અલ્હાબાદ (Allahabad)માં જન્મેલા અમિતાભ બચ્ચન હિંદુ (Hindu) કાયસ્થ (Kayastha) કુટુંબના છે.તેમના પિતા ડો. હરિવંશરાય બચ્ચન (Harivansh Rai Bachchan) હિન્દી (Hindi) સાહિત્યક્ષેત્રે જાણીતા કવિ હતા જ્યારે તેમના માતા તેજી બચ્ચન પણ (હાલમાં પાકિસ્તાન (Pakistan)માં સ્થિત શહેર) ફૈસલાબાદ (Faisalabad)ના શીખ (Sikh) પરિવારના હતા.[૧]બચ્ચનનું પ્રારંભિક નામ ઇન્કલાબ હતું, જે ભારતની આઝાદીની ચળવળ દરમિયાન ઇન્કલાબ ઝીંદાબાદ (Inquilab Zindabad) પરથી પાડવામાં આવ્યું હતું, પરંતુ પછી તેમનું નામ બદલીને અમિતાભ કરવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે “ક્યારેય લોપ ન પામતો પ્રકાશ”તેમની અટક શ્રીવાસ્તવ (Srivastava) છે, પરંતુ તેમના પિતાએ તેમના બધા પ્રકાશિત સંગ્રહો માટે બચ્ચન અટક અપનાવી હતી.ફિલ્મમાં પણ અમિતાભની પાછળ બચ્ચન જ લખાય છે અને બધા જાહેર હેતુઓ તથા કુટુંબના બધા સભ્યો માટે આ જ અટકનો ઉપયોગ થાય છે.
અમિતાભ હરિવંશરાયના બે પુત્રોમાં મોટો પુત્ર છે, બીજો પુત્ર અજિતાભ છે. તેમની માતાને થીએટરમાં ખૂબ રસ હતો અને તેમને ફિલ્મમાં પણ ઓફર થઈ હતી, પણ તેમણે ગૃહિણીની જવાબદારી અદા કરવાનું પસંદ કર્યું હતું. બચ્ચનની કારકિર્દીની પસંદગી પાછળ તેમનો પ્રભાવ મનાય છે, કારણ કે તેઓ હંમેશા ભારપૂર્વક માનતા હતા કે તેણે આ ક્ષેત્રે આગળ આવવું જોઈએ.[૨]તેમણે અલ્હાબાદ (Allahabad)ની જનના પ્રબોધિની (Jnana Prabodhini) અને બોય્ઝ હાઇસ્કૂલ (Boys’ High School)માં અભ્યાસ કર્યા પછી નૈનિતાલ (Nainital)ની શેરવૂડ કોલેજ (Sherwood College)માં અભ્યાસ કર્યો, જે કલાક્ષેત્રે જાણીતી હતી.પાછળથી તેઓ દિલ્હી યુનિવર્સિટી (University of Delhi)ની કિરોરીમલ કોલેજ (Kirori Mal College)માં અભ્યાસ કરવા ગયા અને અભ્યાસ પૂરો કરીને વિજ્ઞાનમાં સ્નાતક (Bachelor of Science)ની પદવી મેળવી.વીસીમાં બચ્ચને કોલકતા (Calcutta) સ્થિત શિપિંગ ફર્મ બર્ડ એન્ડ કંપનીમાં ફ્રેટ બ્રોકરની નોકરી કરી હતી, જેથી તેમની અભિનય કારકિર્દી ચાલુ રહી શકે.તેમણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું.
તેમણે ત્રણ જુન 1973ના રોજ અભિનેત્રી જયા ભાદુરી (Jaya Bhaduri) સાથે બંગાળી (Bengali) વિધિ મુજબ લગ્ન કર્યા.તેમને બે બાળકો છેઃ પુત્રી શ્વેતા (Shweta) અને પુત્ર અભિષેક બચ્ચન (Abhishek)
નવેમ્બર 2005માં અમિતાભ બચ્ચન લીલાવતી હોસ્પિટલમાં આઇસીયુમાં (ICU)દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પર સ્મોલ ઇન્ટેસ્ટાઇનના (small intestine)ડાઇવર્ટિક્યુલિટિસનું (diverticulitis)નાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. [૩૩]બચ્ચને તેના થોડા દિવસો પહેલાં પેટમાં દુઃખાવાની ફરિયાદ કર્યા બાદ તેનું નિદાન થયું હતું. તેઓ સાજા થતા હતા તેના થોડા સમયગાળા દરમિયાન તેમના મોટાભાગના પ્રોજેક્ટ સ્થગિત થઈ ગયા હતા, તેમાં તેઓ જેનું હોસ્ટિંગ કરતા હતા તે ટેલીવિઝન ગેમ શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati)નો પણ સમાવેશ થાય છે. અમિતાભ માર્ચ 2006માં કામ પર પાછા ફર્યા.[૩૪]

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply