SEARCH
Log in
સાઇન્ટીસ્ટ
0

આઇઝેક ન્યુટન

આઇઝેક ન્યુટન

આઇઝેક ન્યુટન

આઇઝેક ન્યુટન

સર આઇઝેક ન્યૂટન એફઆરએસ(4 જાન્યુઆરી 1643 31 માર્ચ 1727) ઇંગ્લેન્ડના મહાન ભૌતિક વિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ફિલસૂફ, રસાયણવિજ્ઞાની અને ધર્મશાસ્ત્રી હતા જેમની ગણના અનેક વિદ્વાનો અને સમાજના પ્રતિષ્ઠિત સભ્યો દ્વારા માનવીય ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી પુરુષોમાંના એક પુરૂષ તરીકે થાય છે. 1867માં પ્રકાશિત થયેલા તેમના સંશોધનપત્ર “ફિલોસોફી નેચરેલિસ પ્રિન્સિપયા મેથેમેટિકા ” (સામાન્ય રીતે પ્રિન્સિપિયા તરીકે જાણીતું છે)ની ગણતરી વિજ્ઞાનના ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી પુસ્તકોમાંના એક પુસ્તકમાં થાય છે, જેણે પરંપરાગત યંત્રવિજ્ઞાનનો પાયો નાખ્યો. તેમાં ન્યૂટને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમોની સમજૂતી આપી છે, જેનું વર્ચસ્વ આગામી ત્રણ સદી માટે ભૌતિક બ્રહ્માંડના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પર રહ્યું હતું. ન્યૂટને કેપ્લરના ગ્રહીય ગતિના નિયમો અને પોતાના ગુરુત્વકર્ષણના સિદ્ધાંતો વચ્ચે સાતત્ય સ્થાપિત કરી દર્શાવ્યું હતું કે પૃથ્વી પર ચીજવસ્તુઓની ગતિ અને અવકાશી પદાર્થોની ગતિનું નિયંત્રણ કે સંચાલન કુદરતી નિયમોની સમાન સમુચ્ચય દ્વારા થાય છે. આ રીતે સૂર્ય કેન્દ્રીયતા અને વૈજ્ઞાનિક ક્રાંતિના આધુનિકરણ વિશે છેલ્લી શંકા પણ દૂર કરી.

યંત્રશાસ્ત્રમાં ન્યૂટને સંવેગ અને કોણીય સંવેગ, બંનેના સંરક્ષણના સિદ્ધાંતો સ્થાપિત કર્યા. ન્યૂટને સૌથી પહેલું વ્યવહારિક પરાવર્તિત ટેલીસ્કોપ પણ બનાવ્યું હતું અને તેના આધારે રંગનો સિદ્ધાંત વિકસીત કર્યો કે એક પ્રિઝમ સફેદ પ્રકાશને અનેક રંગોમાં વિભાજીત કરી દે છે, જે મેઘધનુષ્ય બનાવે છે. તેમણે શીતન નો નિયમની ભેટ પણ ધરી અને અવાજની ગતિનો અભ્યાસ પણ કર્યો.

ગણિતમાં વિકલન અને સંકલનની પદ્ધતિના વિકાસનો શ્રેય ગોટફ્રાઇડ લીબનીઝની સાથે ન્યૂટનને પણ જાય છે. તેમણે સામાન્યીકૃત દ્વિપદી પ્રમેયનું પણ પ્રદર્શન કર્યું અને એક ફલનના શૂન્યાંકની નિકટતા માટે “ન્યૂટનની પદ્ધતિ” વિકસાવી અને ધાતુ શ્રેણીના અભ્યાસમાં પણ યોગદાન આપ્યું. વિજ્ઞાનીઓ વચ્ચે ન્યૂટન ટોચનું પ્રભાવશાળી સ્થાન ધરાવે છે. આ બાબત બ્રિટનની રૉયલ સોસાયટીએ વર્ષ 2005માં કરેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું. તેમાં પૂછવામાં આવ્યું હતું કે વિજ્ઞાનની ઇતિહાસ પર કયા વિજ્ઞાનીનો પ્રભાવ સૌથી વધુ અસર છે અને કયા વિજ્ઞાનીની અસર માનવજાત પર સૌથી વધારે છે, ન્યૂટન કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન? રોયલ સોસાયટીના વિજ્ઞાનીઓએ આ બંને બાબતોમાં સૌથી વધુ અસરકારક વિજ્ઞાની તરીકે ન્યૂટનની પસંદગી કરી હતી. ન્યૂટન અત્યંત ધાર્મિક વ્યક્તિ પણ હતા. તેઓ એક ક્રાંતિકારી ખ્રિસ્તી હોવા છતાં તેમણે કુદરતી વિજ્ઞાનની સરખામણીમાં બાઇબલિકલ હેર્મેનેયુટિક્સ અને રહસ્યમય અભ્યાસ પર વધારે લખ્યું હતું, જે માટે આજે પણ યાદ કરવામાં આવે છે.

જીવન

આઇઝેક ન્યૂટનનો જન્મ 4 જાન્યુઆરી, 1643 ના રોજ લિંકનશાયર કાઉન્ટીના એક નાના ગામ વુલસ્થોર્પે-બાય-કોસ્ટેવોર્થમાં વુલસ્થ્રોપ મેનરમાં થયો હતો. તેમના જન્મના સમયે ઇંગ્લેન્ડે ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવ્યું નહોતું અને એટલે તેમની જન્મતિથી નાતાલના દિવસે એટલે 25 ડીસેમ્બર, 1642 સ્વરૂપે નોંધવામાં આવી. ન્યૂટનનો જન્મ તેમના પિતાના અવસાન પછી ત્રણ મહિને થયો હતો. તેઓ એક સમૃદ્ધ ખેડૂત હતા અને તેમનું નામ પણ આઇઝેક ન્યૂટન જ હતું. અપરિપક્વ અવસ્થામાં (અધૂરા માસે) જન્મેલા તેઓ એક નાના બાળક હતા. તેમની માતા હન્ના એસ્કફએ કહ્યું હતું કે તેઓ પા ગેલન (1.1 લિટર)ના નાના કપમાં સમાઈ શકે તેટલા હતા. ન્યૂટનની ઉંમર ત્રણ વર્ષ હતી ત્યારે તેમની માતાએ બીજી વખત લગ્ન કરી લીધા અને પોતાના નવા પતિ રેવરંડ બર્નાબુસ સ્મિથ સાથે રહેવા ચાલ્યા ગયા તથા પોતાના પુત્રને તેની નાની મર્ગેરી એસ્કફની દેખભાળમાં છોડી દીધો. બાળક આઇઝેક પોતાના સાવકા પિતાને પસંદ કરતો નહોતો અને તેમની સાથે લગ્ન કરવા માટે પોતાની માતાને ધિક્કારતો હતો. જેમ કે 19 વર્ષ સુધી કરેલા તેમણે કરેલા અપરાધોની યાદીમાંથી જાણવા મળે છેઃ “મેં માતા અને પિતા સ્મિથના ઘરને સળગાવવાની ધમકી આપી.” 12થી 17 વર્ષની ઉંમર સુધી તેમણે ધ કિંગ્સ સ્કૂલ, ગ્રાન્થમમાં શિક્ષણ મેળવ્યું (જ્યાં પુસ્તકાલયના એક દરવાજા પર તેમના હસ્તાક્ષર આજે પણ જોઈ શકાય છે). તેમની શાળામાંથી હકાલપટ્ટી કરવામાં આવી અને ઓક્ટોબર, 1659માં તેઓ વૂલ્સ્થોર્પે-બાય-કોલ્સ્ટેવોર્થ આવી ગયા, જ્યાં તેમની માતાએ, જે બીજી વખત વિધવા થયા હતા, તેમને ન્યૂટનને ખેતીવાડી કરવાની સલાહ આપી. તેમને ખેતીવાડી પસંદ નહોતી. કિંગ્સ સ્કૂલના શિક્ષક હેનરી સ્ટોક્સે તેમની માતાને કહ્યું કે તે ન્યૂટનને ફરીથી શાળા મોકલે જેથી તે તેનો અભ્યાસ પૂર્ણ કરી શકે. શાળાના એક છોકરા સાથે બદલો લેવાની ઇચ્છાથી તેઓ એક વર્ગમાં ટોચનું સ્થાન ધરાવતા વિદ્યાર્થી બની ગયા. જૂન 1661માં તેમને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજમાં એક સીઝર-એક પ્રકારની કાર્ય-અભ્યાસની ભૂમિકા-સ્વરૂપે ભરતી કરવામાં આવ્યાં. તે સમયે કોલેજનું શિક્ષણ એરિસ્ટોટલ પર આધારિત હતું, પણ ન્યૂટન તો ડેસકાર્ટેસ અને કોપરનિકસ, ગેલિલિયો અને કેપ્લર જેવા વધુ આધુનિક ફિલસૂફો અને ખગોળશાસ્ત્રીઓના વિચારોનો અભ્યાસ કરવા માગતા હતા. તેમણે 1665માં સામાન્યીકૃત દ્વિપદી પ્રમેયની શોધ કરી અને એક ગાણિતિક સિદ્ધાંત વિકસાવવાનું શરૂ કર્યું, જે પાછળથી સૂક્ષ્મ કલન નામે જાણીતો થયો. ઓગસ્ટ 1665માં ન્યૂટને ડિગ્રી મેળવી લીધી અને તે પછી તરત જ પ્લેગના ભયાનક રોગચાળાથી બચવા માટે સાવચેતીના પગલાં રૂપે વિશ્વવિદ્યાલય બંધ કરી દેવાયું. તેઓ કેમ્બ્રિજના વિદ્યાર્થી, નહોતાં તેમ છતાં તેના પછી બે વર્ષ સુધી તેમણે વૂલ્સ્થોર્પેમાં પોતાના ઘરે સ્વતંત્રપણે અભ્યાસ કર્યો અને કલન, પ્રકાશ અને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પર પોતાના સિદ્ધાંતો વિકસાવ્યાં. તેઓ 1667માં ટ્રિનિટીના એક ફેલો સ્વરૂપે પાછાં ફર્યા.

આઇઝેક ન્યુટન

આઇઝેક ન્યુટન

ગણિતશાસ્ત્ર

ન્યૂટનના ગાણિતિક કાર્યો વિશે કહેવાય છે કે તે ગણિતશાસ્ત્રની તમામ શાખાઓના અભ્યાસ કરતાં વિશિષ્ટ અને સમય કરતાં આગળ હતા. તેમનું શરૂઆતનું કાર્ય સામાન્ય રીતે કલન તરીકે જાણીતા વિષય પર હતું, જે ઓક્ટોબર, 1966માં હસ્તલિખિત પ્રત સ્વરૂપે હતું અને અત્યારે ન્યૂટનના ગાણિતિક પેપરોમાં પ્રકાશિત થાય છે. તેમના ગાણિતિક કાર્ય સાથે સંબંધિત વિષય અનંત શ્રેણીનો હતો. ન્યૂટનની હસ્તપ્રત “ડી એનાલિસી પર એક્વેશન્સ ન્યુમેરો ટર્મિનોરમ ઇન્ફિનિટાસ” (સંખ્યાની દ્રષ્ટિમાં અનંત સમીકરણો દ્વારા વિશ્લેષણ પર) ને જૂન, 1669માં આઇઝેક બેરોએ જોહન કોલિન્સને મોકલી હતી. ઓગસ્ટ 1969માં બેરોએ કોલિન્સને તેના લેખકની ઓળખાણ આપતાં કહ્યું હતું કે “શ્રીમાન ન્યૂટન, અમારી કોલેજના યુવા ફેલો છે…પણ અસાધારણ રીતે પ્રતિભાશાળી છે અને આ બાબતોમાં કૌશલ્ય ધરાવે છે”. પાછળથી ન્યૂટન અને લીબનીઝ વચ્ચે સૂક્ષ્મ કલનના સિદ્ધાંતના વિકાસ પર વિવાદ થયો હતો. મોટા ભાગના આધુનિક ઇતિહાસકારોનું માનવું છે કે ન્યૂટન અને લીબનીઝે સૂક્ષ્મ કલનનો વિકાસ પોતપોતાની રીતે સ્વતંત્રપણે કર્યો હતો. અવારનવાર એવા સૂચનો થયા છે કે ન્યૂટને 1693 સુધી કોઈ સિદ્ધાંત પ્રકાશિત કર્યો નહોતો અને 1704 સુધી સંપૂર્ણ માહિતી આપી નહોતી જ્યારે લીબનિઝે તેની પદ્ધતિઓનો સંપૂર્ણ ચિતાર 1684માં પ્રસિદ્ધ કરવાની શરૂઆત કરી હતી. (લીબનિઝની માન્યતા અને વિભેદક પદ્ધતિને ખંડીય યુરોપીન ગણિતશાસ્ત્રીઓએ અપનાવી હતી અને 1820 પછી કે બ્રિટિનના ગણિતશાસ્ત્રીઓએ પણ. અત્યારે આ પદ્ધતિને વધુ અનુકૂળ માન્યતાઓ ગણવામાં આવે છે.) જોકે આ પ્રકારના સૂચનમાં કલનના વિષયની ઉપેક્ષા કરવામાં આવી હતી, જેની ન્યૂટનની પોતાના પ્રથમ પુસ્તક પ્રિન્સિપયા માં (1687માં પ્રકાશિત) અને 1684માં લેખાયેલી ડી મોટુ કોર્પોરમ ઇન જીરમ (ભ્રમણકક્ષામાં પદાર્થોની ગતિ પર) જેવી પુર્વગામી હસ્તપ્રતોમાં ન્યૂટનના સમય અને આધુનિક સમયની ટીકા કરવામાં આવી હતી. ધ પ્રિન્સિપિયા કલનશાસ્ત્રની ભાષામાં લખાઈ નથી, જેને આપણે જાણીએ છીએ અથવા ન્યૂટનની ‘ડોટ’ માન્યતામાં લખ્યું હતું. પણ ન્યૂટનને તેના કાર્યમાં ભૌમિતિક સ્વરૂપે સૂક્ષ્મ કલનનો વ્યાપક ઉપયોગ કર્યો છે, જેનો આધાર નાના સમાંતર કદના પ્રમાણના મર્યાદિત મૂલ્યો પર આધારિત છે. પ્રિન્સિપિયા માં ન્યૂટને પોતે પહેલા અને છેલ્લાં પ્રમાણ શીર્ષક હેઠળ આ બાબત દેખાડી છે અને આ સ્વરૂપે શા માટે દર્શાવવામાં આવ્યું તેનું કારણ પણ રજૂ કર્યું છે. પ્રિન્સિપિયા માં આ બધી માહિતીઓ હોવાથી તેને આધુનિક સમયમાં સૂક્ષ્મ કલનની કામગીરી અને પદ્ધતિ સાથેનું ગહન પુસ્તક કહેવાય છે અને ન્યૂટનના સમયમાં તેની નજીકનું લગભગ બધુ આ કલન સાથે સંબંધિત હોવાનું જણાય છે. ન્યૂટનની પદ્ધતિઓના ઉપયોગમાં એકથી વધારે અતિ સૂક્ષ્મ ઓર્ડર્સ સંકળાયેલા છે, જે 1684ના ન્યૂટનની ડી મોટુ કોર્પોરમ ઇન જીરમ માં અને 1684ની અગ્રેસર બે દાયકા દરમિયાન ગતિ પરના પેપરોમાં રજૂ થયા છે.

ન્યૂટન તેમના કલનને પ્રકાશિત કરવા માગતા નહોતા, કારણ કે તેમને વિવાદ ઊભો થવાનો અને ટીકા થવાનો ડર હતો. તેમને સ્વિસ ગણિતશાસ્ત્રી નિકોલસ ફાતિઓ ડી ડુલિઅર સાથે અંગત સંબંધો હતા, જેઓ શરૂઆતથી જ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતથી પ્રભાવિત હતા. 1691માં ડુલિઅરે ન્યૂટનને ફિલોસોફી નેચરેલિસ પ્રિન્સિપિયા મેથેમેટિકાની એક નવી આવૃત્તિ તૈયાર કરવાની યોજના જણાવી, પણ તેને ક્યારેય પૂરી ન કરી શક્યા. આ બંને વચ્ચે 1693માં સંબંધ બદલાઈ ગયા. તે સમયે ડુલિઅરે પણ લીબનીઝ સાથે અનેક પત્રોનું આદાનપ્રદાન કર્યું હતું.

1699ની શરૂઆતમાં રોયલ સોસાયટી (જેના ન્યૂટન પણ સભ્ય હતા)ના અન્ય સભ્યોએ લીબનીઝ પર સાહિત્યિક ચોરીનો આરોપ લગાવ્યો અને આ વિવાદ 1711માં સંપૂર્ણ સ્વૂરૂપે સામે આવ્યો. રોયલ સોસાયટીએ એક અભ્યાસ કર્યા પછી જાહેરાત કરી કે ન્યૂટન જ સાચા સંશોધક હતા અને લીબનીઝે ગોટાળો અને ઉઠાંતરી કરી હતી. જ્યારે પાછળથી ન્યૂટને પોતે લીબનીઝ પર અભ્યાસના તારણની ટીપ્પણી લખી ત્યારે આ અભ્યાસ શંકાસ્પદ બન્યો. આ રીતે ન્યૂટન વિરૂદ્ધ લીબનીઝ વિવાદ વધુ વકર્યો, જે 1716માં લીબનીઝના મૃત્યુ સુધી ચાલુ રહ્યો.

સામાન્ય રીતે સામાન્યીકૃત દ્વિપદ પ્રમેયનો શ્રેય ન્યૂટનને અપાય છે, જે કોઈ પણ ઘાત માટે માન્ય છે. તેમણે ન્યૂટનની સામ્યતા, ન્યૂટનની પદ્ધતિ, ચોરસ ઘન સમતલ વક્ર (બે ચલમાં ત્રણના બહુપરિમાણીય પદ)ની શોધ કરી, ચોક્કસ અંતરોના સિદ્ધાંતમાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું. તેઓ અપૂર્ણાંક સૂચકાંકનો ઉપયોગ કરનાર અને ડાયોફેન્ટાઇન સમીકરણોનો ઉકેલ લાવવા સંકલિત ભૂમિતિનો ઉપયોગ કરના પહેલી વ્યક્તિ હતી. તેમણે લઘુગુણક દ્વારા ગુણિત શ્રેણીના આંશિક સરવાળોનો અંદાજ કાઢ્યો (યુલરના સમેશન સૂત્રનો પુરોગામી) અને તેઓ પહેલી વ્યક્તિ હતા જેમણે આત્મવિશ્વાસ સાથે ઘાત શ્રેણીનો પ્રયોગ કર્યો અને ઘાત શ્રેણીનો વિલોમ કર્યો.

તેમને 1669માં ગણિતના લ્યુકેસિયન પ્રોફેસર તરીકે પસંદ કરવામાં આવ્યા. તે દિવસોમાં કેમ્બ્રિજ કે ઑક્સફર્ડના કોઈ પણ સભ્યને એક એંગ્લિકન (ઇંગ્લેન્ડના સુધારેલા ચર્ચ)ના પાદરી હોવું જરૂરી હતું. જોકે લ્યુકેસિયન પ્રોફેસર થવા માટે જરૂરી હતું કે તે ચર્ચમાં સક્રિય ન હોય (જેથી તે વિજ્ઞાન માટે વધુ સમય ફાળવી શકે). ન્યૂટને દલીલ કરી હતી કે આ શરતમાંથી તેમને મુક્તિ આપવામાં આવે અને તેના માટે જેની મંજૂરીની જરૂર હતી તેવા ચાર્લ્સ બીજાએ તેમની દલીલનો સ્વીકાર કર્યો હતો. આ રીતે ન્યૂટનના ધાર્મિક વિચારો અને એંગ્લિકન રૂઢિચુસ્તો વચ્ચેનો સંઘર્ષ ટળી ગયો હતો.

આઇઝેક ન્યુટન

આઇઝેક ન્યુટન

યંત્રશાસ્ત્ર અને ગુરુત્વાકર્ષણ

1679માં ન્યૂટન તેમના યંત્રશાસ્ત્ર પરના કાર્યમાં પરત ફર્યા એટલે કે આ બાબતે હૂક સાથે 1679-80માં પત્રોના થોડા આદાનપ્રદાન પછી ગુરુત્વાકર્ષણ બળ અને ગ્રહોની ભ્રમણકક્ષા પર કેપ્લરના નિયમોના સંદર્ભ સાથે તેની અસર. હુકની નિમણૂંક રોયલ સોસાયટીના પ્રતિનિધિ તરીકે થઈ હતી અને જેમણે રોયલ સોસાયટીને ન્યૂટન પાસેથી માહિતી મેળવવાના આશય સાથે પત્રવ્યવહારનો માર્ગ ખુલ્લો કર્યો. 1680/1681ના શિયાળામાં ધૂમકેતુ દેખાયા પછી ન્યૂટનનનો અવકાશીય પદાર્થોમાં રસ ફરી જાગ્રત થયો અને તેના પર તેમણે જોહન ફ્લેમસ્ટીડ સાથે પત્ર વ્યવહાર કર્યો. હુક સાથે પત્ર વ્યવહાર પછી ન્યૂટને સાબિત કર્યું કે ગ્રહીય ભ્રમણકક્ષાનું સ્વરૂપ તેની દિશાની ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણ કેન્દ્રાભિગામી બળને પરિણામે હોય છે. (જુઓ ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ-ઇતિહાસ અને ડી મોટુ કોર્પોર્મ ઇન જીરમ). ન્યૂટને તેમના પરિણામો વિશે એડમંડ હેલી અને ડી મોટુ કોર્પોરેમ ઇન જીરમ માં રોયલ સોસાયટી સાથે ચર્ચા કરી. તેના પર નવ શીટ વિશે એક નાની પુસ્તિકા લખી જેની નકલ રોયલ સોસાયટીના રજિસ્ટર બુકમાં ડીસેમ્બર, 1684માં ઉતારી લેવાઈ હતી. આ પુસ્તિકાનો સાર છે કે ન્યૂટને પ્રિન્સિપિયા નું સ્વરૂપ વિકસાવ્યું અને વિસ્તાર્યું.

ફિલોસોફી નેચુરેલિસ પ્રિન્સિપિયા મેથેમેટિકા (જે હવે પ્રિન્સિપિયા સ્વરૂપે જાણીતી છે)નું પ્રકાશન એડમંડ હેલીની નાણાકીય સહાય અને પ્રોત્સાહન સાથે પાંચ જુલાઈ, 1687ના રોજ થયું. આ કાર્યમાં ન્યૂટનને ગતિના ત્રણ સાર્વભૌમિક નિયમ આપ્યાં, જેમાં 200 કરતાં પણ વધારે વર્ષો સુધી કોઈ સુધારો ન કરવામાં આવ્યો. તેમણે આ પ્રભાવ માટે લેટિન શબ્દ ગ્રેવિટાસ (ભાર)નો ઉપયોગ કર્યો, જેને ગુરુત્વાકર્ષણ નામથી ઓળખવામાં આવે છે અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ તરીકે વ્યાખ્યાયિત કર્યો. આ કાર્યમાં તેમણે વાયુમાં અવાજની ગતિને બોયલના નિયમ પર આધારિત પ્રથમ વિશ્લેષણાત્મક પ્રમાણ રજૂ કર્યું. બહુ વધારે અંતર પર ક્રિયા કરી શકનાર અદ્રશ્ય બળની ન્યૂટનની વિભાવનાના કારણે તેમની ટીકા થઈ, કારણ કે વિજ્ઞાનમાં ગુપ્ત એજન્સીઓને ભેળવી દેવામાં આવી હતી. ચંદ્રના પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળે ચંદ્રની ગતિમાં અનિયમિતતા પર ગુરુત્વાકર્ષણ અભ્યાસ શરૂ કરવા પ્રેરણા આપી અને ધૂમકેતૂની પરિભ્રમણ કક્ષા નક્કી કરવા માટેનો સિદ્ધાંત આપ્યો.

ન્યૂટને સૌર વ્યવસ્થાના તેમના સૂર્યકેન્દ્રીય દ્રષ્ટિકોણને સ્પષ્ટ કર્યો હતો- જેને તેમણે આધુનિક માર્ગે વિકસાવ્યો હતો. 1680ના દાયકાની મધ્ય સુધીમાં તેમણે સૌર વ્યવસ્થાના ગુરુત્વકેન્દ્રમાંથી સૂર્યના વિચલનની ઓળખ કરી લીધી હતી. ન્યૂટને સૂર્ય અથવા અન્ય કોઇ અવકાશી પદાર્થનું કેન્દ્ર ગુરુત્વાકર્ષળ બળના કેન્દ્ર તરીકે ગણ્યું ન હતું પરંતુ પૃથ્વી, સૂર્ય અને તમામ ગ્રહોના સમાન ગુરુત્વાકર્ષણ કેન્દ્રને વિશ્વના કેન્દ્ર તરીકે ગણવામાં આવ્યું હતું અને આ ગુરુત્વાકર્ષણ કેન્દ્ર કોઇ એક સ્થાને સ્થિર છે અથવા તો જમણી રેખામાં એકસરખી રીતે આગળ વધે છે. (ન્યૂટને ગુરુત્વાકર્ષણ કેન્દ્ર કોઇ એક સ્થળે સ્થિર છે તેવા સમાન મંતવ્યના સંદર્ભમાં એટ રેસ્ટનો વિકલ્પ અપનાવ્યો હતો) બહુ વધારે અંતર પર ક્રિયા કરી શકનાર અદ્રશ્ય બળની ન્યૂટનની વિભાવનાના કારણે તેમની ટીકા થઈ, કારણ કે વિજ્ઞાનમાં ગુપ્ત એજન્સીઓને ભેળવી દેવામાં આવી હતી. પાછળથી પ્રિન્સિપિયા ની બીજી આવૃત્તિ (1713)માં ન્યૂટને જનરલ સ્કોલિયમ અનુમાનમાં આ પ્રકારની ટીકાને નકારી કાઢી હતી. તેમણે લખ્યું છે કે ગુરુત્વાકર્ષણ બળ એક અસાધારણ સંકેત છે તેટલું પૂરતું છે, પણ તેમણે તેના કારણો સૂચવ્યાં નથી અને આ બંને બિનજરૂરી અને અયોગ્ય છે. (અહીં ન્યૂટને તેમના પ્રસિદ્ધ ભાવ હાઇપોથીસીસ નોન ફિંગો નો ઉપયોગ કર્યો છે).

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply