SEARCH
Log in
પશુ/પક્ષીઓ
0

ગાય

ગાય એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક ચોપગું, શીંગડાવાળું, પાલતુ સસ્તન વર્ગમાં આવતું પ્રાણી છે. આ પ્રાણીની 250px-CH_cow_2માદા જાતિને ગાય કહે છે જ્યારે નર જાતિમાં લગામ વાળા નરને બળદ અનેં લગામ વગરનાં નર ને આખલો કહે છે. ગાયનો ઉછેર તેના દૂધ માટે, જ્યારે કે બળદનો ઉછેર ખેતીવાડીમાં મજૂરી માટે થાય છે. મળી આવેલા અવશેષો અનુસાર ગાયનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમય થી થતું આવ્યું છે.કારણં કે તેનીં દરેક ઉપજ થી કંઇના કંઇ મળે જ છે.

ગાયનીં જાતો

આમતો ગાય દુનીયાનાં મોટા ભાગનાં દેશોમાં જોવા મળે છે. પ્રદેશ અનેં હવામાનં અનુંસાર તે અલગ અલગ રંગ,આકાર અનેં દેખાવમાં જોવા મળે છે. ભારતમા જાણીતી ગાયોની ઓલાદોની સંખ્યા ત્રીસ છે.

ગીર ગાય
ગીરગાય ગોળ ઉપસેલું કપાળ તથા લાંબા લટકતા કાન ધરાવે છે. તેનાં શિંગડા વર્તુળાકાર અને પાછળ તરફ વળેલાં હોય છે. તેનો રંગ લાલ થી લઇ અને પીળો તથા સફેદ હોય છે. ગીરગાયનો વિસ્તાર મુખ્યત્વે ગુજરાત તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાન છે આ ગાય સરેરાશ ૩૮૫ કિ. વજન તથા ૧૩૦ સે.મી. ઊંચાઇ ધરાવતી હોય છે. સરેરાશ એક વેતરમાં ૧૫૯૦ કિ.ગ્રા. દૂધ આપે છે.

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply