SEARCH
Log in
અન્ય
0

ગુલાબ

ગુલાબ એક બહુવર્ષીય ફુલ ક્ષુપ કે લતા છે. તે રોઝેસી કુળમાં આવે છે, જેમાં ૧૦૦થી વધારે પ્રજાતિઓ છે અને વિવિધ રંગોમાં છે. આ પ્રજાતિઓ ટટ્ટાર ક્ષુપથી માંડીને આરોહી કે તલસર્પી છોડવાઓનું જૂથ ધરાવે છે, જેમના પ્રકાંડ મોટેભાગે તીક્ષ્ણ કાંટા ધરાવે છે. ગુલાબને કાંટા હોય છે એવું સામાન્યપણે ભૂલથી મનાય છે. કાંટા રૂપાંતરિત શાખાઓ કે પ્રકાંડો છે, જ્યારે ગુલાબ પર તીક્ષ્ણ બહિસરણો રૂપાંતિરત અધિચર્મી પેશીઓ (કંટકો) છે. મોટા ભાગના ગુલાબ એશિયાના વતની છે. થોડીક પ્રજાતિઓ યુરોપ, ઉત્તર અમેરિકા અને ઉત્તર-પશ્ચિમ આફ્રિકાની છે. ગુલાબની દેશી, ઉછેરેલી અને સંકર તમામ પ્રકારની જાતિઓ તેમની સુંદરતા અને સુંગધ માટે વ્યાપકપણે ઉગાડવામાં આવે છે.
તેના પાંદડા એકાંતરે આવેલા છે અને સંયુક્ત પિચ્છાકાર હોય છે. તેના પર્ણકો તીક્ષ્ણ, અણીવાળા અને અંડાકાર હોય છે. છોડનું માંસલ, ખાદ્ય ફળ ગુલાબ ફળકહેવાય છે. ગુલાબના છોડ નાના કદથી માંડીને આરોહી પ્રકારના હોય છે, જે ઊંચાઈમાં 20 મીટર સુધી પહોંચે છે. દુનિયાના વિવિધ ભાગોમાં મળતી પ્રજાતિઓનું સરળતાથી સંકરણ થઈ શકતું હોવાથી બગીચાના ગુલાબોના અસંખ્ય પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. નામ ઉદ્ભવ્યું છે લેટિન રોઝા માંથી, દક્ષિણ ઇટાલીમાંથી સામ્રાજ્યવાદી ગ્રીકના ઓસ્કાનમાંથી ઉછીનું લીધેલું
ગુલાબનું અત્તર ગુલાબના ફુલોમાંથી વરાળથી કાઢેલું તેલ છે. તેનો ઉપયોગ સદીઓથી અત્તરો બનાવવામાં થાય છે. ગુલાબના તેલમાંથી બનતા ગુલાબજળનો એશિયા અને મધ્યપૂર્વની પાકકલામાં મોટા પાયે ઉપયોગ થાય છે. ફ્રેન્ચ લોકો તેમના રોઝ સીરપમાટે જાણીતા છે, જે ગુલાબની પાંખડીઓમાંથી કાઢવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આ ફ્રેન્ચ રોઝ સીરપનો ઉપયોગ રોઝ કેક બનાવવામાં થાય છે. ગુલાબફળનો પ્રસંગોપાત જામ, જેલી અને મુરબ્બો, બનાવવામાં ઉપયોગ થાય છે, કે પછી તેમાં વિટામિન સીના ઊંચા પ્રમાણને કારણે ચા તરીકે ઉકાળવામાં આવે છે.ગુલાબફળોને દબાવીને, ગાળીને રોઝ હિપ સીરપ પણ બનાવવામાં આવે છે. ગુલાબફળોનો ઉપયોગ રોઝ હિપ સીડ ઓઇલ બનાવવામાં પણ થાય છે, જેનો ઉપયોગ ચામડી માટેની પ્રોડક્ટ્સ અને કેટલીક મેકઅપ પ્રોડક્ટ્સમાં થાય છે.
મોટા ભાગની પ્રજાતિઓના પાંદડા 5-16 સેન્ટીમીટર લાંબા, પીચ્છાકાર, (3–) 5–9 (–13) l(3–) 5–9 (–13) પર્ણકો અને આધાર અનુપર્ણો ધરાવે છે. પર્ણકો સામાન્યપણે દંતુર-ધારી હોય છે અને મોટેભાગે કેટલાક નાના કંટકો પ્રકાંડની બાજુએ હોય છે. ગુલાબોની મોટા ભાગની જાતિઓ ખરાઉ પરંતુ કેટલીક (ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયા) હંમેશા સદાપર્ણી કે લગભગ એવી હોય છે.
ગુલાબની મોટા ભાગની પ્રજાતિઓને ફુલો પાંચ પાંખડી હોય છે, અપવાદ માત્ર રોઝા સેરીસીયા છે, જેને સામાન્યપણે ચાર પાંખડીઓ હોય છે. દરેક પાંખડી બે સ્પષ્ટ ભાગોમાં વહેંચાયેલી હોય છે અને સામાન્યપણે સફેદ કે ગુલાબી હોય છે. જોકે કેટલીક પ્રજાતિઓમાં પીળા કે લાલ રંગની હોય છે. પાંખડીઓની નીચે પાંચ (કે કેટલીક રોઝા સેરીસીયાના કિસ્સામાં ચાર) બાહ્ય દલ હોય છે. ઉપરથી જોવામાં આવે ત્યારે તેઓ જોઈ શકાય તેટલા લાંબા હોય છે અને ગોળાકાર પાંદડીઓ સાથે એકાંતરે લીલા બિન્દુઓ તરીકે જણાય છે. ગુલાબનું અંડાશય પાંદડીઓ અને બાહ્ય દલોની નીચે વિકસે છે.
ગુલાબપ્રેમ અને સુંદરતાનું પ્રાચીન પ્રતીક છે. ગુલાબ અસંખ્ય દેવીઓ (ઇસીસ અને એફોર્ડાઇટ સહિત),માટે પવિત્ર ગણાતા હતા અને ઘણી વખત તેનો કુમારિક મેરીના પ્રતીક માટે ઉપયોગ કરાયો છે. ‘ગુલાબ’ એટલે ભાષાઓની જાતમાં ગુલાબી અથવા લાલ. (જેમ કે પ્રેમની ભાષા, ગ્રીક, અને પોલેન્ડ). ગુલાબ ઇંગ્લેડ અને અમેરિકા[૧૩]નું રાષ્ટ્રીય ફૂલછે, તેમજ ઇંગ્લેડ રગ્બીનું અને રગ્બી ફૂટબોલ યૂનિયનનું પ્રતીક પણ છે. તે ઇંગ્લેડમાં યોર્કશાયરઅને લેંકશાયરનું (અનુક્રમે સફેદ અને લાલ ગુલાબ), કેનેડામાં આવેલા અલબાર્ટાનું (જંગલી ગુલાબ), અને પાકિસ્તાનમાં આવેલા ઇસ્લામાબાદ કેપિટલ ટેરિટરીનું પ્રાન્તિક પ્રતીક છે. તે ચાર અમેરિકન રાજ્યોનું રાજ્ય ફૂલ છે: આઇઓવા અને ઉત્તર ડાકોટા (આર.આર્કંસાના), જ્યોર્જિયા (આર. લેવિગાટા ), અનેન્યૂયોર્ક [૧૪] (રોઝા સામાન્ય રીતે). પોર્ટલેન્ડ, ઓરેગોનતેના હૂલામણા નામમાં “સિટી ઓફ રોઝીઝ” નો પણ સમાવેશ કરે છે અને ત્યાં વાર્ષિક ગુલાબ તહેવાર ઉજવાય છે.
ગુલાબ પ્રંગોપાત ગુલાબ વિન્ડોમાટેનો પાયો રહ્યા છે, આ પ્રકારની વિન્ડોમાં પાંચથી દશ વિભાગોનો સમાવેશ થાય છે (પાંચ પાંદડીઓ અને પાંચ વ્રજ પાંદડીઓ)અથવા તેનાથી વધુ; જોકે મોટા ભાગની ગોથિક વિન્ડોઝ વધુ પડતી લંબાણમાં હોય છે અને સંભવિત તે હ્વીલ અને અન્ય પ્રતીક પર આધારિત હતી. લાલ ગુલાબ (મોટે ભાગે હાથમાં પકડવામાં આવે છે)સમાજવાદ અથવાસામાજિક લોકશાહીનું પ્રતીક છે: તેનો બ્રિટશ, આઇરીશ, ફ્રેંચ, સ્પેનીશ, પોર્ટુગીઝ, નોર્વેજીયન, ડેનીશ, સ્વીડીશ, ફિન્નીશ, બ્રાઝિલયન ડચઅને અન્ય યુરોપીયન મજૂર, સમાજવાદી અથવા સામાજિક લોકશાહી પક્ષોદ્વારા પ્રતીકરૂપે ઉપયોગ થાય છે. જ્યારે લાલ ગુલાબનો ઉપયોગ મે 1968માં પેરિસમાં શેરી વિરોધ વખતે ચળવળકારો દ્વારા એક બિલ્લા તરીકે ુપયોગ કરાયો ત્યારે તેની શરૂઆત થઇ હતી. સફેદ ગુલાબજર્મનીમાં બાજી વિશ્વ યુદ્ધ બિન હિંસક પ્રતિરોધક જૂથનું પ્રતીક હતું. લાલ ગુલાબનોગુચ્છઘણી વખત પ્રેમ દર્શાવવા માટે થાય છે. ઘણા દેશોમાં તેનો ઉપયોગ વેલેન્ટાઇન ડેની ભેટ તરીકે થાય છે.
કેટાલોનીયા માં સેંટ. જ્યોર્જ ડેમાં લોકો ખાસ કરીને પ્રેમી પોતાની વચ્ચે ભેટ તરીકે ઘાટા લાલ રંગના ગુલાબ આપતા હતા. યુરોપમાં અનેક બ્લેક મેડોનામાંની એક મોન્ટ્સેરાટ કુમારિકાની વિરોલાઇએક સ્તુતિ હતી, જેના શબ્દનો પ્રારંભ “રોઝા ડેબ્રીલ, મોરેના ડી લા સેરા…” થી થતો હતો. (એપ્રિલ ગુલાબ, પર્વતીય શ્રુંખલાની મેળીઘેલી સ્ત્રી…). તેથી આકુમારિકાકેટલીકવાર “રોઝા ડેબ્રીલ”તરીકે ઓળખાય છે. આમ લાલ ગુલાબનો બહોળા પ્રમાણમાં કેટાલોનીયાના બિનસત્તાવાર પ્રતીક રૂપે સ્વીકાર કરવામાં આવ્યો છે.

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply