SEARCH
Log in
સાઇન્ટીસ્ટ
0

ગૅલિલિયો

ગૅલિલિયો

ગૅલિલિયો

ગેલેલિયો

ગેલેલિયો ગેલિલી(૧૫ ફેબ્રુઆરી ૧૫૬૪ – ૮ જાન્યુઆરી ૧૬૪૨), જે ગેલેલિયો ના નામે જાણીતો છે, એ એક ઈટાલીયન ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, અને તત્વચિંતક હતો. તેણે વૈજ્ઞાનિક ક્રાન્તિ માં મોટો ભાગ ભજવ્યો હતો. તેણે ટેલિસ્કોપમાં સુધારા કર્યા અને તેના દ્વારા ખગોળીય અવલોકનો કરી કોપરનિકનીઝમ  ને સમર્થન આપ્યું. ગેલેલિયો ને “ફાધર ઓફ મોર્ડન ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમી”, “ફાધર ઓફ મોર્ડન ફિઝિક્સ”,  “ફાધર ઓફ સાયન્સ”, અને “ફાધર ઓફ મોર્ડન સાયન્સ” કહેવાય છે. સ્ટીફન હોકિંગ ના મત પ્રમાણે, “આધુનિક વિજ્ઞાનના જન્મ પાછળ ગેલેલિયો નો ફાળો સૌથી વિશેષ છે.”

તેણે ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમીમાં કરેલા પ્રદાનમાં શુક્રની કળાઓની પુષ્ટિ, ગુરુના ચાર મોટા ઉપગ્રહોની શોધ, અને સૂર્યકલંકોના અવલોકન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. ગેલેલિયોએ કાર્યોપયોગી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માં પણ ફાળો આપ્યો છે. તેણે હોકાયંત્રમાં સુધારા કર્યા અને અન્ય કેટલાક યંત્રો ની શોધ કરી.

તેના જીવનકાળ દરમિયાન જ્યારે મોટા ભાગ ના લોકો પૃથ્વીકેન્દ્રીવાદ માં માનતા હતા ત્યારે ગેલેલિયો દ્વારા સૂર્યકેંદ્રીવાદ ને ઉતેજન આપવું વિવાદાસ્પદ થયું હતું. સ્ટેલર પેરેલાક્ષ ના પ્રત્યક્ષ પુરાવાના અભાવે ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીકેન્દ્રીવાદ માં માનતા હતા, તેઓએ પણ ગેલેલિયોનો વિરોધ કર્યો. આ મામલાની તપાસ ૧૬૧૫ માં રોમન ઇંકવીઝીશન દ્વારા કરવામાં આવી, તેઓએ તારણ આપ્યું કે સૂર્યકેંદ્રીવાદ એક શક્યતા છે ખરી પણ તે માન્ય સિદ્ધાંત નથી. ગેલેલિયોએ પોતાનો પક્ષ રજું કરતું પુસ્તક “ડાઈલોગ કન્સર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ” લખ્યું , તેના પરથી પોપ ના વિરોધનો ભાસ થતો હતો. આનાથી ગેલેલિયો અત્યાર સુધી તેનું સમર્થન કરનારા પાદરીઓથી અળખામણો થઈ ગયો. તેના વિરુદ્ધ ઇંકવીઝીશન દ્વારા ખટલો ચલાવવામાં આવ્યો. તેને પોતાની માન્યતા નું ખંડન કરવા માટે ફરજ પાડવામા આવી અને તેને જીવનપર્યંત નજરકેદમાં રાખવાની સજા થઈ. આ નજરકેદ દરમિયાન ગેલેલિયોએ પોતાની શ્રેષ્ઠ કૃતિ “ટુ ન્યુ સાયન્સીઝ”નીરચના કરી. આ ગ્રંથ તેના ચાળીસ વર્ષ પહેલા કરેલા કામ નો સારાંશ હતો.

શરૂઆત નું જીવન

ગૅલિલિયો

ગૅલિલિયો

ગેલેલિઓનો જન્મ ઈટલી ના પીઝા શહેરમાં થયો હતો. તે પ્રખ્યાત લ્યૂટનિસ્ટ , સંગીત રચનાકાર અને સંગીત શાસ્ત્રના જાણકાર વિન્સેન્ઝો ગેલિલી અને જુલિયા અમ્માંન્નાતી ના છ બાળક પૈકી એક હતો. આ છ માંથી ચાર જ બાળકો જીવતા રહ્યા હતા, જેમાંથી સૌથી નાના માઈકલએગ્નોલો એ લ્યૂટનિસ્ટ અને સંગીત રચનાકાર તરીકે કાઠું કાઢ્યું હતું.

ગેલેલિઓનું નામકરણ તેના ૧૪મી સદીમાં થઇ ગયેલા પૂર્વજ ગેલેલિઓ બોનૈઉતી પર થી કરવામાં આવ્યું હતું. ગેલેલિઓ બોનૈઉતી એ એક ચિકિત્સક, પ્રાધ્યાપક અને રાજકારણી હતા જે ફ્લોરેન્સ શહેરમાં રહેતા હતા. આજ સમય દરમિયાન પરિવારની અટક બોનૈઉતી થી ગેલિલી કરવામાં આવી. ગેલેલિઓ બોનૈઉતીને જે ચર્ચ ના કબરસ્તાનમાં દફનાવવામાં આવ્યા, તેજ કબરસ્તાનમાં ૨૦૦ વર્ષ પછી તેમના પ્રખ્યાત વંશજ ગેલેલિયો ગેલિલીને પણ દફનાવવામાં આવ્યા.

આમતો ખરેખર ધાર્મિક રોમન કેથોલિક હોવા છતાં,  ગેલેલિઓએ મરીના ગમ્બા સાથે ત્રણ અનૌરસ સંતાનો ને જન્મ આપ્યો. અનૌરસ જન્મને કારણે ગેલેલિઓ તેમની પુત્રીઓને પરણાવવા લાયક સમજતો નહોતો, આથી તેમનો એકમાત્ર સંમાનનીય વિકલ્પ ધાર્મિક જીવન હતો. બંને પુત્રીઓ ને સાન માટેઓ ની કોન્વેન્ટમાં મોકલી દેવામાં આવી, જ્યાં તેઓએ પોતાનું સમગ્ર જીવન પસાર કર્યું. જયારે પુત્રને ગેલેલિઓએ કાયદેસર રીતે અપનાવી લીધો અને તેના લગ્ન કરવામાં આવ્યા

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply