SEARCH
Log in
અન્ય
0

તાજ મહેલ

તાજ મહલ ભારત ના આગરા શહેરમાં સ્થિત એક મકબરો છે. આનું નિર્માણ મોગલ સમ્રાટ શાહજહાં એ, પોતાની પત્ની મુમતાજ મહલ ની યાદમાં કરાવડાવ્યું હતું. તાજ મહલ મોગલ વાસ્તુકલા નો ઉત્કૃષ્ટ નમૂનો છે. આની વાસ્તુ શૈલી ફારસી, તુર્ક, ભારતીય તથા ઇસ્લામિક વાસ્તુકળાના ઘટકો નું અનોખું સમ્મિલન છે. સન્ ૧૯૮૩ માં તાજ મહલ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું. આની સાથે જ આને વિશ્વ ધરોહર ની સર્વત્ર પ્રશંસિત, અત્યુત્તમ માનવી કૃતિઓમાં નું એક કહેવામાં આવ્યું. તાજમહલને ભારત ની ઇસ્લામી કળા નો રત્ન પણ ઘોષિત કરાવામાં આવ્યો છે. આનું શ્વેત ઘુમ્મટ તથા લાદી આકાર માં આરસથી ઢંકાયેલ[૧] કેન્દ્રીય મકબરો પોતાની વાસ્તુ શ્રેષ્ઠતામાં સૌન્દર્યના સંયોજનનો પરિચય દે છે. તાજમહલ ઇમારત સમૂહ ની સંરચનાની ખાસ વાત છે, કે આ પૂર્ણત: સમમિતીય છે. આ સન ૧૬૪૮ માં લગભગ પૂર્ણ નિર્મિત થયું હતું. ઉસ્તાદ અહમદ લાહૌરીને પ્રાયઃ આના પ્રધાન રૂપાંકનકર્તા માનવામાં આવે છે.

મકબરો

તાજમહલની લાદી/તળની યોજનાનો નક્શો તાજ મહલનું કેન્દ્ર બિંદુ છે, એક ચોરસ પાયા પર બનેલ શ્વેત આરસનો મકબરો. આ એક સમમિતીય ઇમારત છે, જેમાં એક ઈવાન એટલેકે અતિવિશાળ વક્રાકાર (મેહરાબ રૂપી) દ્વાર છે. આ ઇમારત ની ઊપર એક વૃહત ગુમ્મટ સુશોભિત છે. મોટેભાગે મોગલ મકબરોં જેવા, આના મૂળ અવયવ ફારસી ઉદ્દગમથી છે.

મૂળ – આધાર

આનો મૂળ-આધાર એક વિશાલ બહુ-કક્ષીય સંરચના છે. આનો પ્રધાન કક્ષ ઘનાકાર છે, જેની પ્રત્યેક ધાર ૫૫ મીટર છે (જુઓ: તલ માનચિત્ર, ડાબે). લાંબી બાજુ પર એક ભારી-ભરકમ પિશ્તાક, કે મેહરાબાકાર છત વાળા કક્ષ દ્વાર છે. આ ઊપર બનેલ મેહરાબ વાળા છજ્જે સાથે સમ્મિલિત છે. તાજમહલ ના મુખ્ય મેહરાબ ની બને ં બાજુ, એકની ઊપર બીજી શૈલી માં બનેં તરફ બે-બે અતિરિક્ત પિશ્તાક઼ બને છે. આ શૈલીમાં કક્ષની ચારે બાજુ પર બે-બે પિશ્તાક (એક ની ઊપર બીજી) બને છે.

તાજ ના ચટ્ટા લાગેલ પિશ્તાક, ચારો ખૂ ણામાં પણ કર્ણરેખા ની સમાનાંતર ફળકો પર બને છે. આ ખૂબ જ સરસ જોવાલાયક સ્થળ છે.મુખ્ય-મેહરાબ મુખ્ય મેહરાબ ની બનેં તરફ, એક ની ઊપર બીજી શૈલી માં બનેં તરફ બે-બે અતિરિક્ત પિશ્તાક઼ બનેલી છે. આ શૈલીમાં કક્ષની ચારે બાજુ પર બે-બે પિશ્તાક (એક ની ઊપર બીજી) બને છે. આ રચના ઇમારતની પ્રત્યેક તરફ પૂર્ણત: સમમિતીય છે, જે આ ઇમારતને ચોરસને બદલે અષ્ટકોણ બનાવે છે, પરંતુ ખૂણાની ચારે ભુજાઓ બાકી ચાર બાજુઓથી ઘણી નાની હોવાને કારણે, આને ચોરસાકાર કહેવો જ ઉચિત થશે. મકબરાની ચારે તરફ ચાર મિનારા મૂળ આધાર ચોકીની ચારે ખૂણાંમાં ઇમારતના દૃશ્યને એક ચોકઠામાં બાંધતી પ્રતીત કરાવે છે. મુખ્ય કક્ષમાં મુમતાજ મહલ તથા શાહજહાંની નકલી કબરો છે. આ ખૂબ અલંકૃત છે, તથા આની અસલ નીચલા તળ પર સ્થિત છે.

તાજનો તાજ છે આ વિશાળ શ્વેત કાંદા(ડુંગળી) આકારનો ઘુમ્મટ

મુખ્ય ઘુમ્મટની ચારે તરફ ચાર નાની છતરીઓ, બાહ્ય શોભાની સાથે સાથે આંતરિક પ્રકાશ ની વ્યવસ્થા પણ કરે છે

ઘુમ્મટ

મકબરા પર સર્વોચ્ચ શોભાયમાન આરસનો ઘુમ્મટ (જુઓ ડાબે), આનો સર્વાધિક શાનદાર ભાગ છે. આની ઊઁચાઈ લગભગ ઇમારતના આધાર જેટલી, ૩૫ મીટર છે, અને આ એક ૭ મીટર ઊઁચા નળાકાર આધાર પર સ્થિત છે. આ પોતાના આકારાનુસાર પ્રાયઃ કાંદાଲડુંગળીના-આકાર (દાડમ આકાર પણ કહેવાય છે) નો ઘુમ્મટ પણ કહેવાય છે. આનું શિખર એક ઉલટી રાખેલ કમળથી અલંકૃત છે. જે ઘુમ્મટની કિનારાના શિખર પર સમ્મિલન દે છે.

છતરીઓ

ઘુમ્મટ ના આકારને આની ચાર કોર પર સ્થિત ચાર નાની ઘુમ્મટ્ટાકારી છતરીઓ (જુઓ જમણે)થી આને બળ મળે છે. છતરીઓ ના ઘુમ્મટ, મુખ્ય ઘુમ્મટના આકારની પ્રતિલિપિઓ જ છે, કેવળ માપ નો ફરક છે. આના સ્તમ્ભાકાર આધાર, છત પર આંતરિક પ્રકાશની વ્યવસ્થા માટે ખુલે છે. આરસના ઊઁચા સુસજ્જિત ગુલદસ્તા, ઘુમ્મટની ઊઁચાઈને વધુ બળ દે છે. મુખ્ય ઘુમ્મટની સાથે-સાથે જ છતરીઓ તથા ગુલદસ્તા પર પણ કમળાકાર શિખર શોભા દે છે. ઘુમ્મટ તથા છતરીઓના શિખર પર પરંપરાગત ફારસી તથા હિંદૂ વાસ્તુ કળાનો પ્રસિદ્ધ ઘટક અવો એક ધાત્વિક કળશ ના કિરિટ કળશ રૂપમાં શોભાયમાન છે.

શિખર કા નો રીટ કળશ જેના પર ત્રિશૂલ આકૃતિ દેખાય છે.

ચારે ખૂણાં પર સ્થિત મીનારા આ દશ્યને ચોકઠામાં બાંધે છે

કિરીટ કળશ

મુખ્ય ઘુમ્મટ ના કિરીટ પર કળશ છે (જુઓ જમણે). આ શિખર કળશ આરંભિક ૧૮૦૦ સુધી સોનાનો હતો, અને હવે આ કાંસુનો બનેલ છે. આ કિરીટ-કળશ ફારસી તથા હિન્દુ વાસ્તુ કળા ના ઘટકોંનુ ં એકીકૃત સંયોજન છે. આ હિંદુ મન્દિરોં ના શિખર પર પણ જોવા મળે છે. આ કળશ પર ચંદ્રમા બનેલ છે, જેની અણી સ્વર્ગની તરફ ઇશારો કરે છે. પોતાના નિયોજનને કારણે ચન્દ્રમા તથા કળશની અણી મળીને એક ત્રિશૂલનો આકાર બનાવે છે, જે હિંદુ ભગવાન શિવનું ચિહ્ન છે.

મિનારા મુખ્ય આધાર ના ચારે ખૂણાં પર ચાર વિશાળ મિનારા (જુઓ ડાબે)છે. આ પ્રત્યેક ૪૦ મીટર ઊઁચા છે. આ મિનારા તાજમહલના બનાવટની કી સમમિતીય(પ્રતિરૂપતા) પ્રવૃત્તિ દર્શિત કરાવે છે. આ મિનારા મસ્જિદમાં અજાન દેવા હેતુ બનાવવાતા મિનારા સમાન જ બનાવવામાં આવ્યાં છે. પ્રત્યેક મિનાર બે-બે છજ્જા દ્વારા ત્રણ સમાન ભાગોમાં વેંચાયેલ છે. મિનારાની ઊપર અંતિમ છજ્જો છે, જેના પર મુખ્ય ઇમારત સમાન જ છતરી બની છે. આના પર તેજ કમળાકાર આકૃતિ તથા કિરીટ કળશ પણ છે. આ મિનારામાં એક ખાસ વાત છે, આ ચારે બાહરની તરફ હલકી ઢળેલી છે, જેથી ક્યારે કે પડવાની પરિસ્થિતિમાં તે બાહરની તરફ જ પડે, તથા મુખ્ય ઇમારતને કોઈ ક્ષતિ ન પહોંચી શકે.

તાજમહલનું બાહરી અલંકરણ, મોગલ વાસ્તુકળાનો ઉત્કૃષ્ટતમ ઉદાહરણ છે. જેમ સપાટીનું ક્ષેત્રફળ બદલાય છે, મોટા પિશ્તાકનું ક્ષેત્ર નાનાથી અધિક હોય છે, અને તેનું અલંકરણ પણ તે અનુપાતમાં બદલાય છે. અલંકરણ ઘટક રોગન કે ગચકારીથી અથવા નક્શી તથા રત્ન જડી થ ઈ છે. ઇસ્લામના માનવ આકૃતિના પ્રતિબન્ધનું પૂર્ણ પાલન થયું છે. અલંકરણને કેવળ સુલેખન, નિરાકાર, ભૌમિતિક કે પાનફૂલના રૂપાંકનથી જ કરાયું છે. તાજમહલમાં જોવા મળતા સુલેખન ફ્લોરિડ થુલુઠ લિપિના છે. આ ફારસી લિપિક અમાનત ખાં દ્વારા સૃજિત છે. આ સુલેખ જૈસ્પ‍રને શ્વેત આરસના ફળકોમાં જડીને કરાયેલ છે. આરસના સેનોટૈફ પર કરાયેલ કાર્ય અતિ નાજુક, કોમળ તથા મહીન છે. ઊઁચાઈનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઊઁચા ફળકો પર તેના અનુપાતમાં મોટું લેખન કરવામાં આવ્યું છે, જેથી નીચેથી જોતાં ત્રાંસાઈ પ્રતીત ન થાય. પૂરા ક્ષેત્રમાં કુરાનની આયતો, અલંકરણ હેતુ પ્રયોગ થઈ છે. હાલમાં થયેલ શોધોથી ખબર પડી છે, કે અમાનત ખાને જ તે આયતોની પસંદગી પણ કરી હતી.

 

 

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply