SEARCH
Log in
મહાનુભાઓ
0

નરેન્દ્ર મોદી

– નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦) ભારતના ૧૫મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે.
– નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮ માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પ્રચાર માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલએ રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઇ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છેતેઓ ગુજરાત ખાતે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્ય મંત્રી છે.
– નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે. ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેમના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સાર્કના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું; હાજર રહેલા આમંત્રિતોમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષા, અફઘાનિસ્તાનના પ્રમુખ હમિદ કરઝાઇ, ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબ્ગે, નેપાળના વડાપ્રધાન સુશિલ કોઇરાલા, માલદીવ્સના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામિન અબ્દુલ ગયૂમ, બાંગ્લાદેશના સ્પિકર શિરિન શર્મિન ચૌધરી અને સાર્ક નિરિક્ષક એવા મોરિશિયસના વડાપ્રધાન નવિન રામગુલામનો સમાવેશ થાય છે.
– નરેન્દ્ર મોદી બે બેઠક પરથી ચુંટણી લડ્યા: વારાણસી અને વડોદરા. તેમને ધાર્મિક નેતા બાબા રામદેવ અને મોરારીબાપુ અને અર્થશાસ્ત્રીઓ જગદીશ ભગવતી અને અરવિંદ પનાગરીયાનું પણ સમર્થન સાંપડ્યું હતું. આ બંને અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે તેઓ, “…મોદીના અર્થશાસ્ત્રથી પ્રભાવિત થયા છે.” તેમના વિરોધીઓમાં નોબેલ પારિતોષીક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો સમાવેશ થાય છે, જેમનું કહેવું હતું કે તે નરેન્દ્ર મોદીને વડાપ્રાધાન તરીકે જોવા નથી માંગતા કેમકે તેમણે લઘુમતી જનતા સુરક્ષિત મહેસુસ કરે તે માટે કાંઈ ખાસ કર્યું નથી અને મોદીના શાસન હેઠળ ગુજરાતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ “ઘણી ખરાબ” રહી છે. ભાજપ દ્વારા ગુડી (ગુડી પડવાના દિવસે ઊભી રાખવામાં આવતી ગુડી) ઊભી કરીને ૨૦૧૪ની ચુંટણીમાં પક્ષના અને એન.ડી.એ.ના વિજયની ઉજવણી કરી હતી.
– મોદી જે બે બેઠકો પરથી ચુંટણી લડ્યા તે બન્ને પરથી જીત્યા; વારાણસીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને હરાવીને અને વડોદરામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને (૫,૭૦,૧૨૮ મતોથી) હરાવીને, જો કે એક વ્યક્તિ બે સંસદિય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે તે કારણે તેમણે ૨૯ મે ૨૦૧૪ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો[૫૧]. ચુંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલા એન.ડી.એ. સંગઠનને જવલંત વિજય અપાવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો. નરેન્દ્ર મોદી, તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા.
– મોદીએ ૨૦૦૯ની લોકસભાની ચુંટણીના પ્રચારમાં ભાગ ભજવ્યો હતો. ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ મોદીની વરણી ભાજપની સર્વોચ્ચ નિર્ણય લેનારી મંડળી એટલે કે ભાજપ સંસદીય બોર્ડમાં કરવામાં આવી હતી.૯ જૂન ૨૦૧૪ના દિવસે તેમને ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપની કેન્દ્રીય ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા.[૪૨] પક્ષના વરિષ્ઠ અને સંસ્થાપક નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ વરણી બાદ પક્ષમાં પોતાના બધાજ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેઓ એવા નેતાનો વિરોધ કરે છે જે “પોતાના વ્યક્તિગત એજન્ડા ઉપર વધુ ભાર આપતા હોય”; અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ રાજીનામાને “નરેન્દ્ર મોદીના પક્ષની ચુંટણી સમિતિના અધ્યક્ષ તરીકેના ઉદય સામેના વિરોધ પ્રદર્શન” સમું ગણાવ્યું હતું. જો કે બીજે જ દીવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની વિનંતિ પર તેમણે આ રાજીનામું પાછું ખેંચી લીધું હતું. સપ્ટેમ્બર ૨૦૧૩માં ભાજપે નરેન્દ્ર મોદીને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં તેમના વડાપ્રધાનપદના ઉમેદવાર તરિકે ઘોષિત કર્યા.
પૂના ગુજરાતી બંધુ સમાજ દ્વારા ગુજરાત રત્ન કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડીયા” દ્વારા ઇ-રત્ન
શ્રેષ્ઠ મુખ્યમંત્રી-ઇન્ડીયા ટુડે મેગેઝીન દ્વારા

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply