SEARCH
Log in
તહેવારો
0

નાતાલ

નાતાલ અથવા તો નાતાલ દિન ખ્રિસ્તી ધર્મના લોકોની વાર્ષિક રજા છે. આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે, પરંતુ સાચા અર્થમાં આ દિવસને ઈશુનો જન્મદિવસ માનવામાં આવતો નથી. કદાચ નાતાલના દિન તરીકે આ દિવસની પસંદગી એટલા માટે કરવામાં આવી હશે કારણ કે ઈશુ ખ્રિસ્ત દ્વારા ઐતિહાસિક રોમન તહેવાર અથવા તો સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી શિયાળાના સમયે વિષુવવૃત્તથી દૂરમાં દૂર જતો હોય તે દિવસથી ઉજવવાની શરૂઆત કરવામાં આવી તેના બરાબર 9 માસ બાદ આ તારીખ એટલે કે 25મી ડિસેમ્બર આવે છે. નાતાલ એ નાતાલ અને રજાઓની મોસમનો કેન્દ્ર દિવસ છે. ખ્રિસ્તી ધર્મમાં એમ માનવામાં આવે છે કે નાતાલની મોસમ 12 દિવસ સુધી ચાલે છે.
ખ્રિસ્તી ધર્મની રજા હોવા છતાં પણ નાતાલની ઉજવણી કેટલાક બિનખ્રિસ્તીઓ દ્વારા પણ ઉજવવામાં આવે છે અને આ તહેવારની ઉજવણીના કેટલાક રીતિરિવાજો ખ્રિસ્તી ધર્મ પૂર્વેના અથવા તો બિનસાંપ્રદાયિક વિષયવસ્તુ ઉપર આધારિત મૂળના છે. નાતાલની આધુનિક ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિરિવાજોમાં ભેટ-સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, દેવળોમાં થતી ઉજવણી, ખાસ પ્રકારનું ખાણું, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, લાઇટ વડે રોશની, તોરણો બાંધવા, એક જાતનાં લીલાં રંગનાં વૃક્ષની સજાવટ, ઈશુનાં જન્મનું દ્રશ્ય અને લાલ ટેટાં વાળું એક સદાપર્ણી ઝાડવાંનું સુશોભન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વધુમાં ફાધર ક્રિસમસ (ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાન્તાક્લોઝને નામે જાણીતા) ઘણા દેશોમાં એક દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે જે આ દિવસે બાળકો માટે ભેટો લઇને આવે છે.
ભેટ-સોગાદોની આપ-લે ઉપરાંત અન્ય પાસાંઓના કારણે નાતાલના તહેવારમાં ખ્રિસ્તી અને બિનખ્રિસ્તી બંને ધર્મમાં આર્થિક ગતિવિધિનું પ્રમાણ ખૂબ જ તીવ્ર બની જાય છે. લોકો માટે આ એક નોંધપાત્ર ઘટના અને વેપારીઓ માટે વેચાણનો મુખ્ય સમયગાળો બની જાય છે. નાતાલની આર્થિક અસરો એક એવું પાસું છે કે જે છેલ્લી કેટલીક સદીઓથી વિશ્વના ઘણા પ્રદેશોમાં સ્થિરતાપૂર્વક વધી રહ્યું છે.
નાતાલ એટલે કે અંગ્રેજી ભાષામાં ક્રિસમસ નામનો શબ્દ “ક્રાઇસ્ટ્સ માસ” નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. આ શબ્દ મધ્યકાલિન અંગ્રેજી ભાષાના શબ્દ ક્રિસ્ટેમાસે અને પૌરાણિક અંગ્રેજી ભાષાના શબ્દ ક્રાઇસ્ટેસ માએસે ઉપરથી ઉતરી આવ્યો છે. આ શબ્દસમૂહનો પ્રથમ વખત પ્રયોગ 1038માં કરવામાં આવ્યો હતો. “ક્રાઇસ્ટેસ” શબ્દ ગ્રીક ભાષાના શબ્દ ક્રિસ્ટોસ ઉપરથી અસ્તિત્વમાં આવ્યો છે જ્યારે “માએસે” શબ્દ લેટિન ભાષાના મિસા (પવિત્ર સમૂહ) નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ગ્રીક ભાષામાં ઈશુ ખ્રિસ્તના નામ ક્રાઇસ્ટના પ્રથમ અક્ષર તરીકે અંગ્રેજી મૂળાક્ષર X (ચિ)નો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે રોમન ભાષામાં અંગ્રેજી મૂળાક્ષર X નો ઉપયોગ 16મી સદીના મધ્ય ભાગથી ક્રાઇસ્ટ એટલે કે ઈશુ ખ્રિસ્તના નામનાં ટૂંકા સ્વરૂપ તરીકે ઉપયોગમાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી. તેના કારણે ઘણી વખત ક્રિસમસનાં ટૂંકા સ્વરૂપ માટે અંગ્રેજી ભાષામાં Xmas શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
વિશ્વના મોટાભાગના દેશોમાં નાતાલના તહેવારની ઉજવણી મુખ્ય તહેવાર અને જાહેર રજા તરીકે કરવામાં આવે છે. એવા દેશોમાં પણ ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે કે જે દેશોમાં ખ્રિસ્તીઓની બહુમતી નથી હોતી. ભૂતકાળમાં સંસ્થાકીય શાસનના સમયગાળા દરમિયાન કેટલાક બિનખ્રિસ્તી દેશો જેવા કે હોંગકોંગમાં નાતાલની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે અન્ય દેશોમાં લઘુમતિ ખ્રિસ્તીઓ અને વિદેશી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ લોકો આ તહેવારની ઉજવણી કરતા થયા છે. જે દેશોમાં નાતાલના તહેવારને જાહેર રજા નથી ગણવામાં આવતી તેવા અપવાદરૂપ દેશોમાં ચીની લોકગણ રાજ્યો (હોંગકોંગ અને મકાઉ સિવાય), જાપાન, સાઉદી અરેબિયા, અલ્જિરિયા, થાઇલેન્ડ, નેપાળ, ઇરાન, તુર્કી અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે.
વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે. જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે. જાપાન અને કોરિયા જેવા દેશોમાં ખ્રિસ્તીઓની સંખ્યા ખૂબ જ ઓછી માત્રામાં હોવા છતાં પણ ત્યાં ક્રિસમસનો તહેવાર ખૂબ જ લોકપ્રિય થયો છે. આ દેશોએ નાતાલના ભેટ-સોગાદોની આપ-લે, સજાવટ અને નાતાલનાં વૃક્ષ જેવી બિનસાંપ્રદાયિક પરંપરાઓને અપનાવી છે.

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply