SEARCH
Log in
પશુ/પક્ષીઓ
0

બુલબુલ

બુલબુલ એ ગાયકપક્ષી છે. જો તેના બચ્ચાને હેળવવામાં આવે તો તે સહેલાઈથી માણસનું હેવાયું થઈ જાય છે. તે ભારતીય ઉપખંડના ઉત્તરીય વિસ્તારમાં અને તે સાથે જોડાયેલા કેટલાંક પ્રદેશોમાં જોવા મળે છે. તે અફઘાનિસ્તાન, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન અને તાજિકિસ્તાનમાં પણ જોવા મળે છે. આ પક્ષી બહેરીનનું રાષ્ટ્રીય પક્ષી છે.

વર્ણન

આ પક્ષી ૧૮ સે.મી. લાંબુ, ૨૫.૫ થી ૨૮ સે.મી. પાંખોનો વ્યાપ અને સરેરાશ ૩૦ ગ્રામ વજનનું હોય છે. પક્ષીનું માથું, ગળું અને કલગીનો ભાગ કાળો અને ધોળો હોય છે. પીઠ અને લાંબી પૂંછડી કથ્થાઈ રંગની તથા પેટનો ભાગ પીળાશ પડતો હોય છે. નર અને માદા બંન્ને સમાનરંગી હોય છે. તે સિસોટી વાગતી હોય તેવું મધુર ગાયન કરે છે.

સિપાહી બુલબુલ એક પક્ષી છે. આ પક્ષી સામાન્ય રીતે ૨૦ સે. મી. (૮ ઈંચ) લંબાઈનું હોય છે. તેના પીઠના ભાગે તપખીરીયા બદામી રંગનું, પેટના ભાગે સફેદ રંગનું, ડોક કાળા રંગની, માથા પર મોટી કાળા રંગની કલગી, આંખો ઉપરના ભાગે લાલ રંગના ટપકાં, ગાલના ભાગે સફેદ રંગના પટ્ટા જોવા મળે છે. આ પક્ષી હડિયા બુલબુલ (Red vented bulbul)ના જેવો જ દેખાવ ધરાવે છે, પરંતુ આંખની ઉપરના ભાગનાં લાલ ટપકાં તેમ જ માથા પરની ઊંચી કલગીથી આ પક્ષી અલગ પડે છે.

વિસ્તાર

રાજસ્થાન રાજ્યના અમુક ભાગોને બાદ કરતાં આખા ભારત દેશમાં તેમ જ બાંગલાદેશ, મ્યાનમાર દેશોમાં આ પક્ષી જોવા મળે છે. જગતમાં ઓસ્ટ્રેલિયા દેશમાં, હવાઈ ટાપુઓમાં, મોરેશિયસ વગેરે સ્થળોએ પણ આ પક્ષીઓ જોવા મળે છે.

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!