SEARCH
Log in
અન્ય
0

સંતરા

એક આરોગ્યપ્રદ અને આબાલવૃદધ દરેક વ્યક્તિને ભાવતું ફળ છે. સંતરુ હાથથી છોલી, એની પેશીઓ અલગ કરી ખાઇ શકાય છે. સંતરાનો રસ કાઢીને પીવાય છે. આ ફળના રસનો જ્ચુસ પણ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ઠંડા પીણાં, આઇસ્ક્રીમ, બિસ્કીટ, દવાઓ, શીખંડ, ચોકલેટ જેવી બનાવટોમાં સંતરાનો સ્વાદ તથા રંગ ઉમેરી એને બજારમાં વેચાણ માટે રાખવામાં આવે છે. આ ઉત્પાદનો પણ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ફળનો રંગ નારંગી હોવાને લીધે એ નારંગી તરીકે પણ ઓળખાય છે.

ભારત દેશમાં પણ સંતરાનું ઉત્પાદન મળે છે, એમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યના નાગપૂર શહેરની આસપાસના વિસ્તારમાં થતાં સંતરા વખણાય છે.

જો અત્યાર સુધી તમે લીંબુ અને અન્ય સિટ્રસ ફળોથી દૂર જ રહ્યાં હોય તો એક સમાચાર તમને જરૂર તેની પાસે લઈ જશે. પાછલાં દિવસો દરમિયાન કરવામાં આવેલ એક સંશોધનમાં સામે આવ્યુ છે કે લીંબુ તેમજ તેની પ્રજાતિના ફળ શરીરમાં બનેલ વધારે પડતી ચરબીને બાળી દે છે, હૃદયના રોગો પર નિયંત્રણ કરી શકે છે અને વજન પણ વધવાથી રોકી શકે છે.

આટલુ જ નહિ, આ ઈંસુલીનની જેમ ડાયાબિટીશ ટાઈપ-2ને રોકવામાં પણ મદદ કરે છે. શોધને અનુસાર એક ફ્લેવોનોઈડ ‘નૈરિનજેનિન’ જે લીંબુની પ્રજાતિના છોડમાં મળી આવે છે તે માણસના શરીરમાં ‘એંટીઓક્સીડેંટસ’ની ક્રિયાને વધારી દે છે જે શરીરમાં બનેલી વધારાની ચરબીને સંગ્રહીત કરવાની જગ્યાએ તેનો ખર્ચ કરી દે છે.

સામાન્ય છોડમાં મળી આવનાર ફ્લેવોનૉઈડ માણસના શરીરમાં એંટીઓક્સીડેંટ્સની ક્રિયાઓને વધારવામાં મદદ કરે છે. એટલા માટે ખાટા લીંબુ જો થાળીમાં આવે તો તેને ના પાડશો.

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply