SEARCH
Log in
0

સુવર્ણ મંદિર

સુવર્ણ મંદિર, અમૃતસર અથવા હર મંદિર સાહિબ[૩] (પંજાબી: ਦਰਬਾਰ ਸਾਹਿਬ), જેને સામાન્ય રીતેસુવર્ણ મંદિર સુવર્ણ મંદિર or ભગવાનનું મંદિર ઓળખાય છે, તે સાંસ્કૃતિક રીતે શીખોનું સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાર્થના સ્થળ છે. તે સૌથી પ્રાચીન ગુરુદ્વારાઓમાંની એક છે. આ ગુરુદ્વારા શીખોના ચોથા ગુરુ રામદેવજી દ્વારા સ્થાપિત શહેર અમૃતસરમાં આવેલી છે. આ શહેરને ગુરુ દી નગરી અર્થાત ગુરુની નગરી પણ કહે છે.
હરમંદિર સાહિબને શીખો દ્વારા સૌથી પવિત્ર ગણવામાં આવે છે. ૧૧ મા અને શાશ્વત એવા શીખ ગુરુ ગ્રંથ સાહિબજી આ ગુરુદ્વારાની અંદર આવેલા છે
આને રાત્રે ૧૦ વાગ્યે અકાલ તખ્તમાં લઈ જવાય છે અને સવારે ૪.૪૫ વાગ્યે ફરી હર મંદિર સાહિબ માં લઈ અવાય છે,આ સમયમાં ક્દાચ ઋતુ પ્રમાણે ફરક હોઈ શકે આ વેબસાઇટ time scheduleપર તેની માહિતી મળી શકે છે. આ સ્થળના બાંધકામ નો મુખ્ય ઉદ્દેશ્ય એક પ્રાર્થના સ્થળનું નિર્માણ કરવાનો હતો જેમાં દરે પંથ અને ફિરકાના લોકો આવી અને ભગવાનને પ્રાર્થના કરી શકે.શ્રી ગુરુ ગ્રંથ સાહિબ શીખ ધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ છે, શીખોના દસમા ગુરુ, શ્રી ગુરુ ગોવિંદ સિંઘ એ ૭ ઓક્ટોબર ૧૭૦૮ ના આ ગ્રંથની શીખોના શાશ્વત ગુરુ તરીકે સ્થાપના કરી. વિશ્વમાં ક્યાંય પણ ગુરુ ગ્રંથ સાહિબનું અસ્તિત્વ શીખો માટે એટલું જ પવિત્ર અને અમૂલ્ય છે. હરમંદિર સાહિબ ચારના દરવાજા સહિત બનાવવામાં આવ્યું છે જે દર્શાવે છે કે દરેક દિશાએથી આવતા ધર્મ અને ફિરકાના લોકો અહીં શાંતિ પ્રાર્થના સાંભળવા કે ધ્યાન આદિ માટે આવી શકે છે.
શીખોના ચોથા ગુરુ, ગુરુ રામ દાસ ૧૫૭૭માં આ સરોવર ખોદાવડાવ્યું જે અમૃત સર તરીકે ઓળખાવા લાગ્યું (અર્થાત : અમરત્વ પ્રદાન કરતાં અમૃતનું તળાવ), આ સાથે તેની આસપાસ વસેલા શહેરનું નામ પણ અમૃતસર પડ્યું. આ સમયગાળામાં, એક ભવ્ય શીખ ઈમારત, હર મંદિર સાહિબ (ભગવાનનું મંદિર), આ તળાવની વચમાં બાંધવામાં આવી જે આગળ જતાં શીખત્વનું કેન્દ્ર બની ગઈ. આના ગર્ભમાં આદિ ગ્રંથ રખાયો જેમાં રચના, શીખ આદર્શો, તત્વજ્ઞાન અને શીખ ગુરુઓઅને ગુરુ નાનક ના સમયના અન્ય સંતો જેમ કે રવિદાસ એક હિંદુ ગુરુ, બાબા ફરીદ એક સૂફી સંત અને કબીર, આ સૌ કે જેમને શીખો ભગર તરીકે ઓળખાવે છે તેમનું સાહિત્ય સીખ રખાઈ છે.
આદિ ગ્રંથ ની રચના નું કામ પાંચમા ગુરુ ગુરુ અર્જુન દેવજી ના સમયથી શરૂ કરાયું.
અમૃતસર પંજાબના માઝા ક્ષેત્રમાં આવેલું છે. માઝાને બારી દોઆબ તરીકે પણ ઓળખાય છે,કેમકે ત્યાં બે નદીઓ આવેલી છે (દો = બે, આવ = નદીઓ) અથવા આ ક્ષેત્રની બે નદીઓ રાવિ નદી અને બિયાસ નદી વચ્ચેની ફળદ્રુપ જમીન. આમતો , માઝા ક્ષેત્ર પ્રાચીન પંજાબ પ્રાંતની મધ્યમાં આવેલું છે, જેમાં ગુરુદાસપુર, બટાલા અને તર્ણ તારણ સાહિબ અને અમૃતસર શામિલ હતાં. અમૃતસરને “સીફતી દા ઘર” એટલે કે વંદનીય ઘર તરીકે પણ ઓળખાય છે.

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply