SEARCH
Log in
અન્ય
0

કોમ્પ્યુટર

I am text block. Click edit button to change this text.

કોમ્પ્યુટર કે કમ્પ્યુટર એટલે એવું યંત્ર કે જે તેને કમ્પ્યુટર પ્રોગ્રામીંગકરીને અપાયેલી સુચનાઓ મુજબ કાર્ય કરીને વિવિધ સ્વરૂપની માહિતી અને ડેટા પર વિવિધ પ્રક્રિયા કરી શકે છે.
આધુનિક કમ્પ્યુટર્સને મળતા આવતા પહેલા ડિવાઇસિસ 20મી સદીની મધ્યના હતા (૧૯૪૦–૧૯૪૫), જોકે કમ્પ્યુટરનો અભિગમ અને વિવિધ યંત્રો અગાઉ અસ્તિત્વ ધરાવતા કમ્પ્યુટર્સ જેવા હતા.અગાઉના ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર્સ વિશાળ ઓરડાના કદના હતાં, અને આધુનિક સો જેટલા પર્સનલ કમ્પ્યુટર્સ જેટલી વીજળી વાપરી નાખતા હતા.[૧]આધુનિક કમ્પ્યુટર્સ નાની ઇન્ટિગ્રેટેડ સર્કિટ પર આધારિત છે અને માહિતીના સંગ્રહની દ્રષ્ટિએ અબજોગણા વધુ સક્ષમ છે.[૨]હાલમાં, સાદા કમ્પ્યુટર્સ કાંડા ઘડિયાળમાં સમાવી શકાય તેટલા નાના બની શકે છે અને તે ઘડિયાળની બેટરીથી ચલાવી શકાય છે. વિવિધ પ્રકારના પર્સનલ કમ્પ્યુટર્સ માહિતી યુગના ઓળખ ચિન્હોરૂપ છે, જોકે, હાલમાં જે પ્રકાર સર્વ સામાન્ય છે તે એમ્બેડેડ કમ્પ્યુટર. એમ્બેડેડ કમ્પ્યુટર્સ નાના સરળ યંત્રો છે જેનો ઉપયોગ બીજા યંત્રોને અંકુશમાં રાખવા થાય છે-ઉદાહરણ તરીકે, એમ્બેડેડ કમ્પ્યુટર્સ લડાકુ વિમાનથી લઇને ઔદ્યોગિક રોબોટ્સ, ડિજિટલ કેમેરા અને બાળકોના રમકડાંમાં જોવા મળી શકે છે.
સૂચનાઓની યાદીનો સંગ્રહ અને અમલ કરવાની ક્ષમતાને કમ્પ્યુટર પ્રોગ્રામ કહે છે જે કમ્પ્યુટર્સને ખુબજ ઉપયોગી બનાવે છે અને અન્ય ગણન યંત્રોથી (જેવા કે કેલ્ક્યુલેટર)થી તેને અલગ પાડે છે.ચર્ચ ટર્નીંગ થિસીસ એ આ વિવિધતાનું ગણીતીય નિરૂપણ છેઃ ચોક્કસ ઓછામાં ઓછી ક્ષમતા સાથેનું કોઇ પણ કમ્પ્યુટર તે સૈદ્ધાંતિક રીતે અન્ય કમ્પ્યુટરો જે કાર્ય કરે છે તે જ કાર્ય હાથ ધરવા સક્ષમ હોય છે. તેથી, પર્સનલ ડિજિટલ આસિસ્ટંટ (પિડિએ) અને સુપરકમ્પ્યુટર સુધીની ક્ષમતા અને જટિલતા ધરાવતા કમ્પ્યુટર્સ સમાન સમય અને સંગ્રહ શક્તિ સાથે એક સરખા કમ્પ્યુટેશનલ કામ કરવા સક્ષમ હોય છે.
અગાઉના સમયનાં કમ્પ્યુટર્સનાં કોઇ એક ડિવાઇઝને ઓળખવુ પણ અઘરૂ છે કારણે સમયાંતરે “કમ્પ્યુટર” શબ્દનો અર્થ બદલાતો જાય છે.મૂળરૂપે, “કમ્પ્યુટર” શબ્દ એવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે આંકડાકીય ગણતરી કરી શકે આવા માનવીય કમ્પ્યુટર ઘણીવાર યાંત્રિક ગણતરીના સાધનની પણ મદદ લેતા હોય છે.
આધુનિક કમ્પ્યુટરનો ઇતિહાસ બે અળગ પ્રાવૈધિક વિજ્ઞાન સાથે શરૂ થાય છે – આપોઆપ થતી ગણતરી અને પ્રોગ્રામેબિલિટી.
અગાઉના યાંત્રિક ગણન સાધનોના ઉદાહરણમાં અબાકસ, સ્લાઇડ રૂલ (ગણતરી આપોઆપ કરી શકાય તેવી પટ્ટી) અને નક્ષત્રમાપક યંત્ર તથા એન્ટિખિથેરાની યાંત્રિક પધ્ધતિ(જે ૧૫૦-૧૦૦ BC સમયમાં અસ્તિત્વ ધરાવતા હતા) નો સમાવેશ થાય છે. એલેક્ઝાન્ડ્રીયાના હેરોન (c.10-70 AD) માં મિકેનિકલ થિયેટર બન્યું હતું જે 10 મિનિટ સુધી નાટક બતાવતું હતું અને તે દોરડાઓ તથા ડ્રમ્સની જટિલ પધ્ધતિ દ્વારા ચાલતુ હતું, મિકેનિઝમનો કયો હિસ્સો ખેલ કરશે તે નક્કી કરવા કદાચ તેની રચના કરવામાં આવી હતી.[૩]આ પ્રોગ્રામેબિલિટીનો સાર છે.
કમ્પ્યુટરોનો ૧૯૫૦થી એકકરતા વધુ સ્થાનોસાથે માહિતી સંકલન માટે ઉપયોગ થતો આવ્યો છે. અમેરિકાની મિલીટરીના સેમી ઓટોમેટિક ગ્રાઉન્ડ એનવાર્યનમેન્ટ (સૅજ)એ આ પ્રકારની સિસ્ટમનું સૌપ્રથમ મોટા પાયાનું ઉદાહરણ છે, જે અસંખ્ય ખાસ હેતુ વાળી વ્યાપારી સિસ્ટમો જેમ કે “સેબ્રે”માં પરિણમી હતી.

૧૯૭૦માં અમેરિકાની સંશોધન સંસ્થાઓ ખાતેના કમ્પ્યુટર એન્જિનીયરોએ ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજીના ઉપયોગ વડે પોતાના કમ્પ્યુટરોને સાંકળવાનો પ્રારંભ કર્યો હતો. આ પ્રયત્નને એઆરપીએ (હવે ડીએઆરપીએ)અને કમ્પ્યુટર નેટવર્ક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું કે જેણે અર્પાનેટ (એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી નેટવર્ક અથવા એઆરપીએએનઇટી)નું ઉત્પાદન કર્યું હતું. ટેકનોલોજીએ અર્પાનેટને શક્ય ફેલાવા અને વિકાસ માટે શક્ય બનાવી હતી. દરમિયાનમાં નેટવર્ક શૈક્ષણિક અને મિલીટરી સંસ્થાઓથી પણ આગળ ફેલાયું હતું અને ઇન્ટરનેટ તરીકે જાણીતુ બન્યુ. નેટવર્કીંગના ઉદભવમાં કુદરતની પુનઃવ્યખ્યા અને કમ્પ્યુટરની સરહદોનો સમાવેશ થાય છે. વ્યક્તિગત કમ્પ્યુટરના સ્ત્રોતોના વિસ્તરણ તરીકે નેટવર્ક પરના અન્ય કમ્પ્યુટરના સ્ત્રોતો જેમ કે પેરિફેરલ ડિવાઇસ, સંગ્રહીત માહિતી અને તેવા પ્રકારોને વ્યાખ્યાયિત કરવામાં અને એક્સેસ કરવાની ક્ષમતાનો સમાવેશ કરવા માટે કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ્સ અને એપ્લીકેશનોને સુધારવામાં આવી હતી. પ્રારંભમાં આ સવલત જે લોકો હાઇ ટેક પર્યાવરણોમાં કામ કરતા હતા તેમને ઉપલબ્ધ હતી, પરંતુ ૧૯૯૦માં એપ્લીકેશનો જેમ કે ઇમેલ અને વર્લ્ડ વાઇડ વેબની સાથે સસ્તી ઝડપી નેટવર્કીંગ ટેકનોલોજી જેમ કે ઇધરનેટ અને એડીએસએલના ફેલાવા સાથે કમ્પ્યુટર નેટવર્કીંગ લગભગ તમામ સ્થળે ઉપલબ્ધિ તરીકે ઉભરી આવી હતી. હકીકતમાં નેટવર્ક થયેલા કમ્પ્યુટરોની સંખ્યા મોટી માત્રામાં વધતી જાય છે. પર્સનલ કમ્પ્યુટર્સનો મોટો ભાગ માહિતીની આપ-લેમાં નિયમિતપણે ઇન્ટરનેટ સાથે જોડાયેલો છે. “વાયરલેસ” નેટવર્કીંગ ઘણી વખત મોબાઇલ ફોન નેટવર્કનો ઉપયોગ કરે છે, તેનો અર્થ એ કે મોબાઇલ કમ્પ્યુટીંગ પર્યાવરણમાં પણ નેટવર્કીંગનો સર્વસ્વ ઉપલબ્ધિનો વ્યાપ વધતો જાય છે.

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply