SEARCH
Log in
CCC Matrial
0

Notepad

Notepad એ એક simple text editor નું ઉદાહરણ છે. Window માં simple text ફાઈલ બનાવવા notepad નો ઉપયોગ થાય છે. તેમાં text ને formatted કરી શકાતી નથી એટલે કે Bold, Italic, Underline વગેરે effect આપી શકાતી નથી તથા તેમાં graphic નો પણ ઉપયોગ કરી શકાતો નથી.   Notepad નો ફક્ત Simple text entry માટે જ ઉપયોગ થાય છે. Notepad ની ફાઈલને text files કહેવાય છે. તેથી તેની દરેક ફાઈલને txt extension લાગે છે. How to open Windows Notepad

  • Notepad ચાલુ કરવાની રીત :- Start → Program → Accessories → Notepad

The File Menu

  • New (Ctrl + N): આ ક્માન્ડ ની મદદથી નવો બ્લેન્ક ડોક્યુમેન્ટ બનાવી શકાય છે.
  • Open (Ctrl + O): આ કમાન્ડ દ્રારા અગાઉ save કરેલ ડોક્યુમેન્ટ ફાઈલને સુધારા માટે ઓપન કરી શકાય છે. notepad1આ કમાન્ડ આપતા નવી વીન્ડો ઓપન થાય છે. જેમાં ફાઈલનું લોકેશન સીલેકટ કરી ફાઈલ પર કલીક કરી ઓપન બટન પર કલીક કરતા ફાઈલ ઓપન થશે.
  • Save (Ctrl + S): લખેલ માહીતી ને ફાઈલ તરીકે સ્ટોર કરવા માટે save કમાન્ડનો ઉપયોગ થાય છે. આ કમાન્ડ આપતા એક વિન્ડો ડિસ્પ્લે થાય છે.
  • Save As (Alt + F + A): આ કમાન્ડનો ઉપયોગ કરી active File ને બીજા નામ Save કરી શકાય છે એટલે કે active File ની ડુપ્લીકેટ ફાઈલ તૈયાર થાય છે.
  • Page Setup (Alt + F + U): પેજ ને સેટ કરવા માટે આ કમાન્ડ નો ઉપયોગ થાય છે. આ કમાન્ડ આપતા એક વીન્ડો ડીસ્પ્લે થાય છે.
  • Print (Ctrl + P): આ કમાન્ડની મદદથી ઓપન ફાઈલનું પ્રીન્ટીંગ લઈ શકાય છે આ કમાન્ડ આપતા એક વીન્ડો ડીસ્પ્લે થાય છે.
  • Exit (Alt + F + X): આ કમાન્ડની મદદથી કોઈ પણ પ્રોગ્રામ માંથી બહાર નીકળી શકાય છે.

The Edit Menu:

  • Undo (Ctrl + Z): Undo ક્માન્ડનો ઉપયોગ કરતા પહેલા જે કમાન્ડનો ઉપયોગ કરેલ હોય તે કમાન્ડની અસર દુર કરવા Undo કમાન્ડનો ઉપયોગ થાય છે.notepad10
  • Cut (Ctrl + X): આ કમાન્ડનો ઉપયોગ સીલેક્ટ કરેલ માહીતી ને તેની મુળ જગ્યાએથી કટ કરવા માટે થાય છે.
  • Copy (Ctrl + C): આ ક્માન્ડની મદદથી એક જ્ગ્યાએ રહેલ માહિતીની બીજી જ્ગ્યા એ કોપી કરાવી શકાય છે. આ માટે કોપી કરવાની માહિતી સીલેક્ટ કરી કોપી કરાવી શકાય છે.
  • Paste (Ctrl + V): Cut કમાન્ડ દ્રારા કટ કરેલ માહિતી અથવા Copy કમાન્ડ દ્રારા કોપી કરેલ માહિતી ને ઈચ્છિત જગ્યાએ Paste કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે.
  • Select All (Ctrl + A): આ કમાન્ડ દ્રારા ડોક્યુમેન્ટમાં રહેલ તમામ માહીતી ને સીલેક્ટ કરી શકાય છે.
  • Find: Find નો ઉપયોગ કોઇ પણ અક્ષર શોધવા માટે થાય છે.
  • Replace: Find કરેલા અક્ષર ના બદલે બીજા કોઇ અક્ષર લખવા માટે તેનો ઉપયોગ થાય છે.

The Format Menu:notepad11

  • Font: (Alt + O + F) Document માં Font, Font ની Size તથા Font ની Style બદલવા તેમજ લખાણ ને જુદી જુદી effects આપવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે.
Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply